જૂનાગઢ મનપાનાં કમિશ્નર પ્રભવ જાેષીની ગાંધીનગર બદલી : આઈ.આર. વાળા મુકાયા

જૂનાગઢ મનપાનાં કમિશ્નર પ્રભવ જાેષીની ગાંધીનગર બદલી : આઈ.આર. વાળા મુકાયા

જૂનાગઢ તા.21
રાજય સરકાર દ્વારા 28 આઈએએસ તેમજ 13 જીએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢનાં કાર્યદક્ષ કમિશ્નર પ્રભવ જાેષીની બદલી થઈ છે અને તેમના સ્થાને ગાંધીનગર સ્પોર્ટ ઓથોરીટીનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા આઈ.આર. વાળાને જૂનાગઢ મનપાનાં કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે. અચાનક મનપાના કમિશ્નરની બદલી થતાં મનપા વર્તુળમાં હલચલ મચી ગઈ છે તેમજ શહેરીજનોમાં પણ આ બાબતે ચર્ચાઓ ઉઠવા પામી છે.
વધુમાં મળતી વિગત અનુસાર જૂનાગઢ મનપાનાં કમિશ્નર તરીકે પ્રભવ જાેષીએ બે માસ પહેલા ચાર્જ સંભાળ્યો હતો અને કમિશ્નર તરીકેની કામગીરીને જાેરશોરથી શરૂ કરી હતી. નવનિયુકત કમિશ્નર પ્રભવ જાેષી દ્વારા શહેરીજનોની સમસ્યાઓ ખાસ કરીને રસ્તા સહિતની સમસ્યાઓને ઉકેલવાનાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેમજ વિકાસની કામગીરીને પણ વેગ આપવામાં આવ્યો હતો. ટુંકાગાળામાં જ કાર્યદક્ષ અધિકારી તરીકે તેઓએ છાપ ઉપસાવી હતી અને લોકોને આશા બંધાઈ હતી કે શહેરનાં વિકાસ કાર્યો તેમજ સમસ્યાઓ દુર થશે. દરમ્યાન જ આજરોજ મનપાનાં કમિશ્નર પ્રભવ જાેષીની બદલી કરવામાં આવી છે અને તેના સ્થાને નવા કમિશ્નર તરીકે આઈ. આર. વાળાની નિમણુંક કરવામાં આવી છે. નવ નિયુકત કમિશ્નર આઈ.આર. વાળાને જીએએસમાંથી આઈએએસનું પ્રમોશન ગત મહિનામાં મળ્યું હતું.

નવ નિયુકત કમિશ્નર આઈ.આર. વાળા