ટ્રમ્પે તાત્કાલીક ધોરણે પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો

ટ્રમ્પે તાત્કાલીક ધોરણે પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો

(એજન્સી)        વોશિંગ્ટન તા.૩૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રક્ષા મંત્રાલય પેન્ટાગોનને તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કહ્યું છે કે પરીક્ષણ ચીન અને રશિયાના બરાબર સ્તર પર હોવું જોઈએ.
ટ્રમ્પે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી. તેમણે લખ્યું, અન્ય રાષ્ટ્રોના પરીક્ષણોને ધ્યાનમાં રાખીને મેં યુદ્ધ વિભાગને સમાન ધોરણે અમારા પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થશે.
આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ આજે દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે, આ મુલાકાતનો હેતુ ચાલુ વેપાર યુદ્ધને ઓછો કરવાનો હોવાનું કહેવાય છે.