દેશભરમાં તમામ રાજભવનનું નામ બદલીને લોકભવન કરાયું
(એજન્સી) નવી દિલ્હી તા.ર :
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોમાં રાજ્યપાલોના રહેઠાણ ‘રાજભવન‘ને હવેથી ‘લોકભવન‘ તરીકે ઓળખવા માટે આદેશ આપ્યો છે. આ ફેરફાર પાછળનો હેતુ પ્રશાસનને માત્ર સત્તા નહીં, પરંતુ જાહેર સેવા અને ફરજની ભાવના સાથે જોડવાનો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના તમામ રાજ્યોમાં એક મોટો અને સાંકેતિક વહીવટી ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ નામ બદલવાનો મુખ્ય ઉદ્દેશ્ય શાસનને જાહેર સેવા અને ફરજની ભાવના સાથે જોડવાનો છે.‘ ‘રાજભવન‘ શબ્દ જે શાસન અને રાજકીય સત્તાનો ભાવ દર્શાવે છે, તેના બદલે ‘લોકભવન‘ શબ્દ દ્વારા જનતા કેન્દ્રિત શાસનનો સંદેશો પહોંચાડવાનો લક્ષ્ય છે. આ પરિવર્તન દ્વારા સરકાર એ સંદેશ આપવા માંગે છે કે રાજ્યપાલનું નિવાસસ્થાન માત્ર સત્તાનું કેન્દ્ર ન રહેતા, તે લોકોની સેવા અને કલ્યાણનું કેન્દ્ર બને.


