મોહર્રમ નિમિતે જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર નયનરમ્ય શબીલોનું આયોજન : દરરોજ સાંજે ઠંડાપીણા-શરબતનું વિતરણ
જૂનાગઢ તા.19
જૂનાગઢ શહેરમાં મોહર્રમના તહેવાર સબબ કરબલાના શહિદોની યાદમાં ઠેર-ઠેર નયનરમ્ય શબીલો (પાણીના પરબ)નું ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. જેલ રોડ, ચિતાખાના, જાલોરાપા, ભાટીયા ધર્મશાળા રોડ, રેલ્વે સ્ટેશન, વંથલી દરવાજા સહિતના સ્થળોએ અકીદતમંદો દ્વારા શબીલો બનાવવામાં આવી છે. જેમાં દરરોજ સાંજે ઠંડાપીણા, શરબત, ન્યાઝ (પ્રસાદ)નું વિતરણ થાય છે. એક મોહર્રમ થી લઈ દસ મોહર્રમ સતત 10 દિવસ સુધી શબીલો પર દરરોજ શરબત, ન્યાઝ વિતરણ કરવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં સુખનાથચોક નજીક અરફાત કારવાત દ્વારા બનાવવામાં આવેલી શબીલમાં શરબત વિતરણ તેમજ બીજી તસ્વીરમાં સેજના ઓટા પાસેની શબીલમાં શ્રધ્ધાળુઓમાં શરબત વિતરણ થઈ રહ્યું છે.


