યુધ્ધ વિરામ તુટશે તો ઈરાન સામે ઘાતક કાર્યવાહી કરવાની ટ્રમ્પે ધમકી આપી
(એજન્સી) વોશિંગ્ટન તા.૯:
અમેરિકન અને ઈરાન વચ્ચેના કામચલાઉ યુદ્ધવિરામ પછી ફરીથી તણાવ વધી રહ્યો છે. હવે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક સંદેશ આપ્યો છે, ચેતવણી આપી છે કે જો કરાર તૂટશે તો તેની સામે ઘણી વધુ ઘાતક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી વાસ્તવિક કરાર સંપૂર્ણપણે લાગુ નહીં થાય ત્યાં સુધી, યુએસ સૈનિકો, જહાજો અને શસ્ત્રો ઈરાનની આસપાસ તૈનાત રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસથી જણાવ્યું હતું કે જ્યાં સુધી વાસ્તવિક કરાર સંપૂર્ણપણે લાગુ નહીં થાય ત્યાં સુધી, યુએસ સૈનિકો, જહાજો અને શસ્ત્રો ઈરાનની આસપાસ તૈનાત રહેશે.
અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાનને ચેતવણી આપી હતી કે જો કરાર તૂટશે તો ઈરાનને પહેલા કરતાં પણ વધુ મોટી અને વધુ બળવાન કાર્યવાહીનો સામનો કરવો પડશે. પોતાના સંબોધનમાં ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે તેઓ ઈરાનને કોઈપણ કિમતે પરમાણુ બોમ્બ વિકસાવવા દેશે નહીં.


