સાઉથના અભીનેતા વિજય થલાપતીના ઘરને બોમ્બથી ફુંકી મારવાની ધમકી
(એજન્સી) ચેન્નાઈ તા.૨૯:
જાણીતા અભિનેતા અને રાજકારણી વિજયને રવિવારના રોજ તેમના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. વિજયના નીલંકરાય સ્થિત નિવાસસ્થાને તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સ સાથે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે તાજેતરમાં વિજયની આગેવાની હેઠળની તાજેતરની રાજકીય રેલીમાં મોટી દુર્ઘટના બની છે.


