સુરજબારી હાઈવે પર એલપીજી ટેન્કર પલ્ટી જતા પ્રચંડ વિસ્ફોટ ૭ વાહનો ભડકે બળ્યા : ૧ના મોતની આશંકા : ૧૦ કિમી લાંબો ટ્રાફીકજામ
(બ્યુરો) ભુજ તા.૧
કચ્છના સુરજબારી હાઇવે ઉપર આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ગાંધીધામથી મોરબી તરફ જતું ન્ઁય્ ગેસ ભરેલું ટેન્કર પલટી જતા ભીષણ આગ ભડકી ઉઠી હતી અને બાદમાં આ આગ ટેન્કરમાં ફેલાઈ જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે નજીકની હાઇવે હોટેલમાં પાર્ક થયેલા ૬ અને ટેન્કર મળી ૭ જેટલા વાહનોમાં આગ ફેલાઈ ગઇ હતી. જ્યારે ૧૦થી ૧૨ કિલોમીટર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટેન્કરન ચાલકનું મોત થયું હોવાની આશંકા છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામથી ન્ઁય્ ગેસ ભરીને મોરબી તરફ જઇ રહેલુ ટેન્કર કચ્છના સુરજબારી હાઇવે પર વહેલી સવારે પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં તેમાં પ્રચંડ આગ લાગી ગઇ હતી. થોડીવાર બાદ ટેન્કરમાં અચનાક ધકાડા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ એકથી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપતા છે, જેના મોતની આશંકા સેવાઇ રહી છે.
આ ઉપરાંત ધડાકાના કારણે હાઇવેની નજીકમાં આવેલી એક હોટેલના પાકિર્ગમાં પાર્ક કરેલા ૬ વાહનો અને ટેન્કર સહિત જેટલા વાહનોમાં પણ આગ ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાના હાઇવે પર લગભગ ૧૦ થી ૧૨ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. વહેલી સવારે ૫ વાગ્યાથી સવારના ૧૦ વાગ્યા સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. દરમિયાન હાઈવે પેટ્રોલિંગ ટીમ સાથે જીઆરડી, લાકડીયા અને સામખિયાળી પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો છે.


