અમદાવાદમાં મોદી સ્ટેડિયમ નજીક મેગા ડિમોલીશન  પ૦થી વધુ કોમર્શિયલ મિલ્કતો તોડી પડાશે

અમદાવાદમાં મોદી સ્ટેડિયમ નજીક મેગા ડિમોલીશન  પ૦થી વધુ કોમર્શિયલ મિલ્કતો તોડી પડાશે

(બ્યુરો)          અમદાવાદ, તા.૯
ગુજરાતમાં આગામી વર્ષોમાં યોજાનારા કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોત્સવને ધ્યાને રાખીને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આજે સવારથી મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૫૦થી વધુ કોમશિર્યલ મિલ્કતો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હયાત ૧૮ મીટર રોડ છે જેને ૬૧ મીટરનો રોડ કરવાનો છે.
રોડ લાઈન અમલમાં અનેક કોમશિર્યલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગો આવેલી છે. રોડ પહોળો કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમશિર્યલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે આજે સવારથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જેસીબી મશીનો સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટ ની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમશિર્યલ અંદાજે ૫૦થી વધારે મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે. જાેકે હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો ર્નિણય લેવામાં આવ્યો નથી.