આનંદ પંડિત અને વૈશલ શાહની નવી ગુજરાતી ફિલ્મનું શુટીંગ શરૂ, ફિલ્મ રક્ષાબંધન પર થશે રીલીઝ
અમદાવાદ તા. ૯
આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નોક ફિલ્મ્સ દ્વારા રજૂ થતી નવી ગુજરાતી ફિલ્મ નું મુહૂર્ત કાર્યક્રમ ૭ માર્ચ ૨૦૨૬ના રોજ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે મનોરંજન જગતના બહુમુખી ગ્લેમરસ કલાકારો જેમકે મલ્હાર ઠાકર, યશ સોની. આરોહી પટેલ આરતી પટેલ, સંદીપ પટેલ. કૃષ્ણદેવ યાનિક, ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર વદન શાહ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત આ ફિલ્મમાં ખ્યાતનામ કલાકાર રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુન્શી, ચેતન દૈયા જાેવા મળશે. ફિલ્મનું રિલીઝિંગ રક્ષાબંધનના શુભ અવસર પર નિર્ધારિત છે.
આ ફિલ્મ માનવ અને કૃતરા વચ્ચેના અવિનાશી સંબંધને આધુનિક પરીકથા સ્વરૂપે રજૂ કરે છે. કૂતરો માત્ર પાળતુ પ્રાણી નથી, પરંતુ રક્ષક, સાથી અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે. ફિલ્મ આ જ બોન્ડને મજેદાર, ભાવનાત્મક અને વાઁ પરીકથા સ્વરૂપે રજૂ કરે છે.
ફિલ્મની વિગતો જાેઈએ તો ફિલ્મના નિર્દેશક: પાર્ચ ત્રિવેદી, પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ, સ્ટાર કાસ્ટ: રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશી, ચેતન દૈયાનો સમાવેશ થાય છે.
નવી ફિલ્મના મહુરત પ્રસંગે આનંદભાઈ એ જણાવ્યું કે આ મુહૂર્ત સાથે અમારો પ્રયાસ એક એવી પારિવારિક ફિલ્મ બનાવવાનો છે જે પ્રાણીઓ પ્રત્યેનો પેગ અને પરિવારમાં તેમના મહત્વને સુંદર રીતે રજૂ કરે. એક નિીતા તરીકે મને આનંદ છે કે આપણી પ્રાદેશિક સંસ્કૃતિ હવે વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ ઊભી કરી રહી છે.
ફિલ્મના નિર્માતા વૈશલભાઈ વધુમાં જણાવ્યું કે જનોક ફિલ્મ્સ હંમેશા એવી વાર્તાઓ કહેવામાં માને છે જે સીધી યુવા પેઢી તથા પરિવારના સભ્યોના દિલ સાથે જાેડાય આ ફિલ્મમાં અમે એક સાવ અલગ અને અત્યાર સુધી વણખેડાયેલા વિષયને ગુજરાતી પડદા પર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ આપણા જીવનમાં જે મૂંગા જીવો સાચી અને નિસ્વાર્થ પ્રેમ લાવે છે. તેની ઉજવણી છે એક પ્રોડ્યુસર તરીકે મને ગર્વ છે કે અમે નિર્દેશક પાસે ત્રિવેદી અને રોનક મિત્ર જેવા ટેલેન્ટેડ કલાકારો સાથે મળીને કંઈક એવું સર્જન કરી રહ્યા છીએ જે રક્ષાબંધનના તહેવાર પર પરિવારોને સિનેમા સુધી ખેંચી લાવશે.
નિર્દેશક પાર્થ ત્રિવેદી ગુજરાતી સિનેમાના સર્જનાત્મક નિર્દેશક તરીકે જાણીતા છે. તેમની ફિલ્મો જેમ કે - 'ફક્ત મહિલાઓ માટે', '૩ એક્કા', 'ચણિયા ટોળી' ગુણવત્તાસભર કથાવસ્તુ, સંવેદનશીલ અભિગમ અને યુવા પેઢીને સ્પર્શે તેવી રજૂઆત માટે પ્રસિદ્ધ છે. તેઓ હમેશા સામાજિક મુદ્દાઓને મનોરંજક રીતે રજૂ કરે છે અને ગુજરાતી ફિલ્મોને નવી ઊંચાઈ પર પહોંચાડે છે.
પ્રોડ્યુસરની સફળતા કથા આનંદ પંડિત બોલીવૂડમાં ‘સરકાર-૩, ‘ધ બિગ બુલ', ' ચહેરે' જેવી ફિલ્મો બારા સફળતા મેળવી. ગુજરાતી સિનેમામાં જેન્નોક ફિલ્મ્સ સાથે એમણે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ દ્વારા શરૂઆત કરી. વૈશલ શાહ ગુજરાતી સિનેમાના એક પ્રેરણાદાયી સર્જક છે. જેમણે છેલ્લા દાયકામાં ઉદ્યોગને નવી ઓળખ આપી છે. 'છેલ્લો દિવસ' (૨૦૧૭થી પોતાની સફર શરૂ કરી. જે યુવા પેઢી માટે કલ્ટ ફિલ્મ બની. ત્યારબાદ તેમણે 'કરસનદાસ Pay & Use', 'શું થયુ', 'ફક્ત મહિલાઓ માટે', '૩ એક્કા', 'ફક્ત પુરૂષો માટે' જેવી ફિલ્મો આપી છે જે ખુબ સફળ રહી. ૨૦૨૫માં આવેલી 'ચણિયા ટોળી' તેમની કારકિદીનું માઈલસ્ટોન બની તેઓ ગુજરાતી સિનેમાના હિટ "મૂવી મેકર" તરીકે ઓળખાય છે. તેમની દ્રષ્ટિ માત્ર મનોરંજન પૂરતી નથી. પણ ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની છે. જન્નોક ફિલ્મ્સ ના સ્થાપકને ગુજરાતી સિનેમાના એક દ્રષ્ટાવાન વિઝનરી તરીકે ઓળખવામાં આવે છે.


