મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા નિવૃત્ત કર્મચારીઓને રૂા.1.26 કરોડ રૂપિયાનું એરીયસ ચુકવ્યું
(નરેશપુરોહિત દ્વારા)
મેંદરડા તા. 10
મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા ભુતકાળમાં નિવૃત થયેલ કર્મચારીઓને અરીયર્સ ચુકવવામાં આવ્યુ ગ્રામ પંચાયત સરપંચ જે.ડી.ખાવડુ, ઉપ સરપંચ ચંદ્રેશભાઈ ખુંટ, સદસ્ય પરસોતમ ઢેબરીયા, ધર્મેન્દ્ર વાળા, સુરેશ પાનસુરીયા, આર.કે.દલાલ, અશ્વીન છોડવડીયા તેમજ તમામ સદસ્ય દ્વારા ગ્રામ પંચાયત માંથી નિવૃત થયેલ કર્મચારીઓને ધણા વર્ષો થી પંચાયત પાસેથી નીકળતી પોતાના હકની રકમ બાકી હતી જે રકમ તારિખ 17/1/2022 થી 6/6/2026 સુધીમાં ચુકવાયેલ એરીયર્સ 1,04,10941 તેમજ હક રજા 22,70300 એમ કુલ રકમ 1,26,81241 એક કરોડ છવ્વીસ લાખ એકયાસી હજાર બસો એકતાલીસ રૂપિયા પંચાયતના સ્વભંડોળ માથી ચુકવવામાં આવ્યા હતા. આ પંચાયત બોડી દ્વારા મિટિંગ બોલાવી ને એવુ નક્કી કરવામાં આવ્યુ હતું કે, આ કર્મચારીઓને પોતાના હક ની રકમ? આપવા માટે તમામ કર્મચારીઓને રૂબરૂ બોલાવીને હારતોરા કરી અને મોઢું મીઠું કરાવીને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તેથી તમામ કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ હતી અને તમામ નિવૃત કર્મચારી ઓ દ્વારા મેંદરડા ગ્રામ પંચાયતના ઉમદા કાર્ય બદલ તમામ પદાધિકારીઓનો ખરા દિલથી વધાવ્યો હતો.


