માનહાનીના કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર

અમીત શાહ વિરૂધ્ધ વાંધાજનક નિવેદન આપવાના આરોપમાં ઉત્તરપ્રદેશના સુલતાનપુરની MP-MLA કોર્ટે આજે ચુકાદો જાહેર કર્યો

માનહાનીના કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર

સુલતાનપુર તા.૨૬
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને અમિત શાહ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સુલ્તાનપુરની MP-MLA કોર્ટે સોમવારે આ ર્નિણય સંભળાવ્યો છે.
ચુકાદા બાદ કોર્ટની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઢોલ પર ડાન્સ કર્યો હતો. ફટાકડા ફોડ્યા હતા. ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ‘ના નારા લગાવ્યા. રાહુલ સવારે ૧૧.૧૨ વાગ્યે કોર્ટરૂમમાં દાખલ થયા હતા. ૧૧.૩૫ વાગ્યે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી દીધા. ભાજપ નેતા વિજય મિશ્રાએ ઓગસ્ટ ૨૦૧૮માં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આરોપ છે કે રાહુલે ૮ મે ૨૦૧૮ના રોજ બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું, 'જે પાર્ટી ઈમાનદારીની વાત કરે છે, તેના અધ્યક્ષ પર હત્યાનો આરોપ છે.'