ઉના પોલીસે છરી સાથે રીલ બનાવનાર ઉમેજ ગામના યુવાનને ઝડપી લીધો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.11
ઉના તાલુકાના ઉમેજ ગામના ભરત મુળુભાઇ સોલંકી (ઉ.વ. 31) રે. ઉમેજ તા.ઉનાએ છરી સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયર કરી લોકોમાં ભય અને દહેશત ફેલાવતો હોય ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. મોરીની સૂચનાથી પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ જાદવ અને સુનિલભાઈ બાંભણિયાને બાતમી મળી હતી કે આ યુવાન ભરત ઉના આવેલ હોય અને વડલા ચોક પાસે ઊભો હોય તેમને સ્થળ ઉપર જઈ છરી સાથે પકડી જિલ્લા કલેકટરના હથિયાર બંધીના જાહેર નામનો ભંગ અને જી. પી. એક્ટ. 135 મુજબ ગુનો દાખલ કરી અટક કરી હતી. આમ આ યુવાનને છરી સાથે રીલ બનાવી ભારે પડી ગઇ હતી.


