એઆઈના ઉપયોગથી સાયબર ઠગોએ છેલ્લા બે મહિનામાં રૂા.૩૦૦ કરોડની ઉચાપત કરી

ભારતની નોન બેંકિંગ ફાયનાન્શીયલ કંપનીઓ ભોગ બની : ૧પ૦ થી વધુ ફરિયાદો દાખલ થઈ

એઆઈના ઉપયોગથી સાયબર ઠગોએ છેલ્લા બે મહિનામાં રૂા.૩૦૦ કરોડની ઉચાપત કરી

નવી દિલ્હી તા.૨૯:
આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ દ્વારા થતા સાયબર હુમલાઓએ ભારતની નાની નોન-બેંકિગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) માં ચિતા વધારી છે. છેલ્લા બે મહિનામાં સાયબર ગુનેગારોએ આ કંપનીઓ પાસેથી આશરે રૂા.૩૦૦ કરોડની ઉચાપત કરી હોવાના અહેવાલ છે. આ સંદર્ભમાં દેશભરમાં લગભગ ૧૫૦ ફરિયાદો અથવા FIR દાખલ કરવામાં આવી છે.
ધ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, છેલ્લા દોઢ મહિનામાં સાયબર હુમલાઓ ઝડપથી વધ્યા છે. કેટલીક કંપનીઓને વારંવાર નિશાન બનાવવામાં આવી છે. પહેલા સાયબર હુમલામાં દિલ્હી સ્થિત એક NBFC ને રૂા. ૭.૫ કરોડનું નુકસાન થયું હતું. થોડા દિવસો પછી, કંપની પર ફરીથી હુમલો કરવામાં આવ્યો, જેમાં રૂા.૭.૨૫ કરોડનું નુકસાન થયું છે.
તપાસમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારો મુખ્યત્વે રૂા.૧,૦૦૦ કરોડ કે તેથી ઓછા ટર્નઓવર ધરાવતી નાની દ્ગમ્હ્લઝ્ર ને નિશાન બનાવી રહ્યા છે. આ કંપનીઓની નબળી સાયબર સુરક્ષા સિસ્ટમ હેકર્સને તેમનો ભંગ કરવાની તક પૂરી પાડી રહી છે.
૧૫ ઓક્ટોબર સુધીમાં, ભારતમાં ૮,૫૦૨ NBFC નોંધાઈ હતી. અહેવાલ મુજબ, મુંબઈમાં આશરે ૩૦ ફરિયાદો, દિલ્હીમાં ૨૫ થી વધુ અને ચેન્નાઈમાં ૧૫-૧૬ ફરિયાદો નોંધાઈ છે. અન્ય શહેરોમાં પણ આવા જ કિસ્સાઓ નોંધાયા છે.