ઓખામાં મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરાયું
જામ ખંભાળિયા, તા. 13
ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન એરીયાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા ડીવાયએસપી કે.પી. પારેખ અને પી.એસ.આઈ. આર.કે. જાડેજા તથા મરીન કમાન્ડોઝ દ્વારા મેંદરડા જેટી, પોસીત્રા, મોમાઈ મોરા, ઓખામઢી, ભડકેશ્વર મહાદેવ, રૂપેણ બંદર, શિવરાજપુર બીચ, મીઠાપુર ચોપાટી બીચ, ખોડિયાર મંદિર, ટાઇગર પોઈન્ટ, બેટ દ્વારકા દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.


