કામધેનુ યુનિવસિર્ટીની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે  રાષ્ટ્રીય સેવા યોજના (NSS યુનિટ) દ્વારા મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી

કામધેનુ યુનિવસિર્ટીની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે  રાષ્ટ્રીય સેવા યોજના (NSS યુનિટ) દ્વારા મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.18
વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢ વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢના રાષ્ટ્રીય સેવા યોજના(NSS) એકમ દ્વારા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ જયંતિ જેઠ સુદ ત્રીજની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત મહારાણા પ્રતાપના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. પ્રસંગોપાત NSS કાર્યક્રમ અધિકારી ડો. એસ. વી. માવદિયાએ મહારાણા પ્રતાપના જીવનચરિત્ર, તેમના સાહસ, રાષ્ટ્રપ્રેમ, સ્વાભિમાન અને બલિદાન વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપે પોતાના સમગ્ર જીવન દરમિયાન સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે સંઘર્ષ કરીને ભારતીય ઇતિહાસમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. અધ્યક્ષસ્થાનેથી પ્રિન્સિપાલ ડો.એમ.ડી. ઓડેદરા સાહેબે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપનું જીવન યુવાનો માટે પ્રેરણાનું અખૂટ ઝરણું છે.
તેમના જીવનમાંથી કર્તવ્યનિષ્ઠા, નેતૃત્વ, આત્મવિશ્વાસ અને દેશસેવાની ભાવના શીખવા મળે છે. આજના યુવાનો મહારાણા પ્રતાપના આદર્શોને જીવનમાં આત્મસાત કરીને રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. કાર્યક્રમ દરમિયાન NSS સ્વયંસેવક કૈલાશ સોનાગ્રા દ્વારા મહારાણા પ્રતાપના જીવનપ્રસંગો, હલદીઘાટીના ઐતિહાસિક યુદ્ધ તથા તેમના સ્વાભિમાનપૂર્ણ જીવન અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ હતુ. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ મહારાણા પ્રતાપના આદર્શોને જીવનમાં ઉતારી સમાજ અને રાષ્ટ્રની સેવા માટે કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીમિત્રો તથા મોટી સંખ્યામાં NSS સ્વયંસેવક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે મહારાણા પ્રતાપના શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોને જીવનમાં અપનાવી એક જવાબદાર નાગરિક તરીકે દેશના વિકાસમાં યોગદાન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.