ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્વામી મંદિર ખાતે સિધ્ધેશ્વર મંદિરનાં પુજન, દર્શન કરી ધન્યતા અનુભવી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્વામી મંદિર ખાતે સિધ્ધેશ્વર મંદિરનાં પુજન, દર્શન કરી ધન્યતા અનુભવી

જૂનાગઢ તા. ૧૩
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં પ્રવાસે છે અને સવારથી સાંજ સુધી અનેકવિધ કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહેનાર છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં પ્રવાસે અવી પહોંચેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું શહેર ભાજપની ટીમ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આગેવાન કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામી નારાયણ મંદિર ખાતે બિરાજમાન સિધ્ધેશ્વર મહાદેવનાં દર્શનનો લ્હાવો પણ લીધો હતો. આ તકે રાધારમણ દેવ ટેમ્પલ સમિતિનાં ચેરમેન પૂ. પી.પી. સ્વામી, પૂર્વ ચેરમેન દેવનંદન સ્વામી તેમજ શાસ્ત્રી પૂ. પ્રેમસ્વરૂપદાસજી મહારાજ તેમજ કોઠારી ધર્મકિશોર સ્વામી સહિતનાં સંતોએ આવકારી આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. હરીભકતોની આસ્થાનાં કેન્દ્ર એવા સિધ્ધેશ્વર મહાદેવનાં દર્શન કર્યા બાદ જગદીશ વિશ્વકર્મા ચોરવાડી જવા રવાના થયા હતા જયાં બૂથ પ્રમુખ અને બૂથ સમિતિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાઈ રહયો છે ત્યારબાદ રવેચી ધામ રાજપરા ખાતે રાજભા ગઢવી પ્રેરિત સમૂહ લગ્નોત્સવમાં ખસ ઉપસ્થિત રહયા હતા. જયાંથી પરત જૂનાગઢ આવી સરકીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહયા હતા. બપોરે ર.૪પ થી ૩.૧પ દરમ્યાન સંઘ કાર્યાલય જીલ્લા વિભાગનાં પદાધિકારીઓ સાથે પણ એક બેઠક યોજાઈ રહી છે. આ ઉપરાંત ૩.૧પ થી ૩.૪પ કલાકે વેપારી ભાઈઓ તથા સામાજીક સંસ્થાઓનાં આગેવાનો સાથે બેઠક, બપોરનાં ૪ થી પ દરમ્યાન વડાલ ખાતે હિતેશ દોમડીયાની વાડી ખાતે ખેડૂત સંવાદ, પ.૦૦ કલાકે મજેવડી જવા રવાના થશે જયાં દેવતણખી ધામ ખાતે દર્શન કરશે અને સાંજે ભવનાથ ખાતે યોજાઈ રહેલા શિવરાત્રી મેળામાં ઉપસ્થિત રહી વિવિધ અખાડા અને સાધુ- સંતો સાથે મુલાકાત તેમજ ભવનાથ મહાદેવનાં દર્શન કરશે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ શિવરાત્રી મેળાનાં પાવન અવસર પર જગદીશ વિશ્વકર્માની જૂનાગઢ શહેર અને જીલ્લાની આજની આ મુલાકાતને લઈને ભાજપનાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.