શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, જૂનાગઢ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, જૂનાગઢ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૦
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, જૂનાગઢ દ્વારા પ્રમુખ વિવેકભાઈ ગોહેલની અધ્યક્ષતામાં વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો હતો. પ્રો. ડો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટી, સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય જૂનાગઢ, ડો.રાજેશ ભટ્ટ, પ્રિન્સિપાલ બહાઉદ્દીન સાયન્સ કોલેજ, જૂનાગઢ તથા ડો. તુષાર ગોહેલ, (ગેસ્ટ્રો એન્ટિઓ લોજિસ્ટ, યુ.એસ.એ.), ડો. એન.બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી, જૂનાગઢ તથા વિવેક ગોહેલ, પ્રમુખ, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, જૂનાગઢની પ્રેરક ઉપસ્થિતિમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. સમાજની દીકરી કુ.આયુષી જયેશભાઈ ટાંક દ્વારા ભારત નાટ્યમ નૃત્ય દ્વારા સરસ્વતી વંદનાની ખૂબ સરસ પ્રસ્તુતિ કરવામાં આવેલ તથા કન્યા છાત્રાલયની બહેનો દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવેલ. સમગ્ર રાજ્યમાં પર્સનલ ટાઇલથી ધોરણ-૧૦માં(એસ.એસ. સી.ઇ)માં પ્રથમ આવનાર કુ.આસ્થા અશ્વિનભાઈ ચૌહાણનું ઉચિત્ત સન્માન કરવામાં આવેલ. તેમજ તેમના દ્વારા ઉપસ્થિત ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વકતવ્ય આપવામાં આવેલ. તીરંદાજી, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, ઈન્ટરનેશનલ ઓલમપિયાડ, સંગીત ક્ષેત્રે સિદ્ધિ, સમૂહ ગાન, ચિત્રકલા, ચેસ, કબડ્ડી જેવી જુદી જુદી સ્પર્ધાઓ રાજ્ય તથા જિલ્લા/ઝોન કક્ષાએ સિદ્ધિ મેળવનાર કુલ -૨૪ દીકરા - દીકરીઓના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ. જે તમામને મહાનુભાવો અને સમાજના ટ્રસ્ટ્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉચિત સન્માન કરવામાં આવેલ. ધોરણ -૬ થી લઈ અને કોલેજ સુધીના કુલ ૬૭ વિદ્યાર્થીઓના પ્રથમ, દ્રિતીય અને તૃતિય કક્ષાના સન્માન કરવામાં આવેલ. લોઅર કે.જી થી લઈ અને કોલેજ સુધીના ૬૦૦ જેટલા વિદ્યાર્થી દીકરા - દીકરીઓના પ્રોત્સાહન ઇનામ અને ઉચ્ચ ગુણવત્તા સભર શૈક્ષણિક કીટ દરેકને આપવામાં આવેલ. ડો. રાજેશ ભટ્ટ દ્વારા આદરણીય અ.નિ. ધીરૂભાઇ ગોહેલને યાદ કરી અને તેમની દીર્ઘ દૃષ્ટિની સરાહના કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પરિસ્થિતિને મેનેજ કરતાં શીખવાની ઉમદા વાત કરી અને અન્ય ઉત્તમ પ્રેરણાત્મક મનનીય પ્રવચન આપેલ હતું. સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના આ સદ્દકાર્યને બિરદાવ્યું હતું. તેમજ ધીરૂભાઇ એ વાવેલ બીજ આજ વટ વૃક્ષ બની અને શિક્ષણના આવા કાર્યોની સુવાસ થકી છાંયડો બની રહી છે. વિદ્યાર્થીઓને પોતાના દ્રષ્ટાંત થકી અને દરેક કાર્યમાં બંધ બેસી શકાય એવા ઉત્તમ કૌશલ્યો હાંસલ કરવા અનુરોધ કરવામાં આવેલ. પ્રો. ડો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટી, જૂનાગઢ દ્વારા આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજવા બદલ સમાજને બિરદાવી અને શુભકામનાઓ પાઠવેલ. નિરંતર શિક્ષણ થકી સમાજ ઉત્કર્ષ થાય જેમાં તમામનું યોગદાન હોય છે એ ક્યારેય ભૂલવું ના જોઈએ તથા સમગ્ર રાજ્યમાં એક સમાજના બે કુલપતિઓ(ડો.કિશોર પોરિયા અને ડો.પી.એચ.ટાંક) હોવા એક વિરલ અને સમાજની મહેનતનું પરિણામ છે. ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા શિલ્ડ અને કિટ એમના હસ્તે આપી અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. ખાસ અમેરિકા સ્થિત ડો. તુષાર ગોહેલની ગરિમામયી ઉપસ્થિતિ પ્રેરણાદાયક બની રહી. તેઓ એ પણ એમની પંદર વર્ષની મહેનત અને સંઘર્ષની વાત થકી વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. જેઓ ધીરૂભાઇ ગોહેલ ના મોટા પુત્ર છે અને અમેરિકામાં નામાંકિત ડોકટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓએ પણ તેમના નાના ભાઈ વિવેકભાઈ ગોહેલ સમાજ સેવાના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે એ બાબતનો ગર્વ વ્યક્ત કરેલ અને સમગ્ર સમાજના આ વિશાળ કાર્યક્રમને બિરદાવેલ હતો. સમાજના ટ્રસ્ટ્રીઓ, વિભાગીય પ્રમુખઓ, કડિયા ર્બોડિંગના ટ્રસ્ટ્રીઓ તથા શ્રી શ્યામ મહિલા મંડળના હોદેદારો, સેવા સંસ્થાના હોદ્દેદારો, શ્રી શ્યામ યુવા સંગઠનના હોદ્દેદારો, શ્યામધામના ટ્રસ્ટીઓ વિગેરે તમામ દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણિક કિટ આપી સન્માન કરવામાં આવેલ. શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા અને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ પણ પ્રેરક હાજરી નોંધાવી હતી અને સમાજ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પણ ઉચીત્ત સન્માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા મળી બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધેલ અને તમામ સભ્યો માટે સમાજ દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેક ગોહેલના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈ કાચા, કાળુભાઈ ચોટલિયા, કિશોરભાઈ ચોટલિયા, હરિભાઈ મોરવાડીયા, જે.કે. ચાવડા, રસિકભાઈ મોરવાડીયા, કલ્યાણજીભાઈ, વરૂણભાઈ ચાવડા, રાજુભાઈ સોલંકી, અમુભાઈ ટાંક દ્વારા જહેમત ઉઠાવવાના આવેલ તથા સમાજની અગ્રગણ્ય સંસ્થા અને કર્મચારીઓનું મંડળ શ્રી શ્યામ એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિયેશન (સેવા સંસ્થા)ના પ્રમુખ નિશાંત ચૌહાણ, મંત્રી કમલેશ કાંકરેચા, ઉપપ્રમુખ હિતેષ ચાવડા, ખજાનચી અનિલ ટાંક, સહ ખજાનચી કમલેશ પરમાર, સહમંત્રી પ્રશાંત મોરવાડીયા, સમપિર્ત કાર્યકર્તા દિનેશભાઈ રાઠોડ, જીતેન ચોટલિયા, જયદીપ ચાવડા વિગેરે હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ - રાત જહેમત ઉઠાવાવમાં આવેલ અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવામાં માટે કન્યા છાત્રાલયની બહેનો દ્વારા પણ સ્વયંસેવકો તરીકેની સેવા મંત્રી પ્રવિણભાઈ મારૂના માર્ગદર્શન હેઠળ પુરી પાડવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના મંત્રી દિનેશભાઈ કાચા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ તથા કાર્યક્રમનું સફળ સંચાલન નિશાંત ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું.