ગાંધીની ભૂમિ અને સુદામાની નગરી એવા પોરબંદરમાં છેલ્લા ૩૦ વર્ષ સાપ પકડવાનું નિસ્વાર્થ સેવા આપતા અરૂણાબેન લશ્કરી
જૂનાગઢ, તા.ર૩
ગાંધીની ભૂમિ અને સુદામાની નગરી તરીકે ઓળખાતા પોરબંદરનાં છાંયામાં રહેતા અરૂણાબેન લશ્કરી લગભગ ૩૦ વર્ષથી નિસ્વાર્થ ભાવે એક પણ પૈસા લીધા વગર સાપ પકડવાનું કામ કરે છે. અરૂણાબેનનેં અત્યાર સુધી અસંખ્ય સાપનું રેસ્કયુ કરી સલામત સ્થળે મુક્યા હશે અને કહેવાય છે કે, મોરનાં ઈંડાને ચીતરવા ન પડે માતાનાં પગલે પગલે અરૂણાબેન લશ્કરીની દિકરી પણ સાપ પકડવાનું કામ સારી રીતે કરી જાણે છે અને આ સાપ પકડવાનું રેસ્ક્યુ અરૂણાબેન તદ્દન ફ્રી એક પણ પૈસા લીધા વગર નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને અરૂણાબેન રામાનંદી સાધુ સમાજનાં પરીવારમાંથી આવે છે એટલે સ્વભાવે ભક્તિમય ધાર્મિક આસ્થા ધરાવતા અરૂણાબેન કહે આતો નાગ દેવતા કહેવાય અને ભગવાન મહાદેવના ગળામાં બિરાજમાન છે એટલે લોકોને સાપ વિષે માર્ગદર્શન આપતા કહે આપણા ઘર કે આસપાસ સાપ નીકળે તો તેને નુકસાનના પહોંચાડવું જાેઈએ અને અમારા જેવા સાપ વિષે જાણકાર લોકોને બોલાવવા જાેઈએ જેથી અમે તેને સલામત સ્થળે છોડી આવીએ અરૂણાબેનને વધુમાં માહિતી આપતા જણાવ્યું કે લોકોને સાપથી ડરવાની જરૂર નથી અને અરૂણાબેન લશ્કરી સાપનું રેસ્કયુ પુરી નિષ્ઠાથી કામ કરે છે કોઈ સાફ સુથરી પેટી કે ડબ્બા વ્યવસ્થિત રીતે રાખીને જંગલ વિસ્તારમાં જ્યાં કોઈનું રહેણાંકનાં હોય કોઈની અવર જવરનાં હોય એવી તેવી જગ્યાએ પુરા માન સન્માન સાથે રેસ્ક્યુ કર્યો તરત જ છોડી આવે છે.


