ગીર સોમનાથનાં ટોબરા ગામે સિંહ પરીવારનાં ધામા
ગામની ગલીઓમાં લટાર મારતો સિંહ પરીવાર
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૪
ગીર સોમનાથ જીલ્લાનાં ટોબરા ગામે સિંહ પરીવારનાં ધામા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગામની ગલીઓમાં બિન્દાસ્ત રીતે સિંહ પરીવાર આંટાફેરા મારતો જાેવા મળે છે. દરમ્યાન અન્ય ગામનાં લોકો ગામમાં આવી સિંહ પજવણી કરતા હોવાનું સામે આવ્યું છે. સિંહોની પાછળ શંકાસ્પદ કાર દોડાવવામાં આવતી હોવાનું પણ સીસી ટીવી ફુટેજમાં સામે આવ્યું છે. સિંહ દર્શન માટે બહારથી લોકો આવતા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. તા. રર ઓગસ્ટની રાત્રે ગામમાં ૭ સિંહોનું ટોળુ ગામમાં ઘુસ્યુ હતું. ટોબરા આસપાસ અંદાજે ૧૪ સિંહોનો કાયમી વસવાટ હોવાનો પણ સ્થાનીકોનું કહેવું છે. લાંબા સમયથી સિંહોની પજવણી થઈ રહી છે ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠયા છે.


