ગીર સોમનાથમાં હથિયાર સાથે ફોટા વાયરલ કરનાર ઝડપાયો : કડક કાર્યવાહી

ગીર સોમનાથમાં હથિયાર સાથે ફોટા વાયરલ કરનાર ઝડપાયો : કડક કાર્યવાહી

ગીર સોમનાથ તા. ૧૦
ઘણા લોકોને ખતરનાક વિડીયો બનાવવાનો શોખ હોય છે. હાલ ઘણી જગ્યાએ સ્ટંટ મારતા વિડીયો વાયરલ થઈ રહયા છે ત્યારે ગીર સોમનાથમાં આવો જ એક બનાવ બનવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથમાં હથીયાર સાથે ફોટા વાયરલ કરનાર શખ્સને ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસ દ્વારા સુત્રાપાડા વિસ્તારમાં સીનસપાટા મારતા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અને એરગન, તલવાર અને છરી સાથે અજય ઉર્ફે દાદા શુકલની ધરપકડ કરવામાં આવી હતી. તેનાં વિરૂધ્ધ જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.