જૂનાગઢમાંથી રૂા.ર.૧૮ લાખનાં ગાંજાનો જથ્થો ઝડપાયો : બેની ધરપકડ
જૂનાગઢ તા. પ
જૂનાગઢ શહેર વિસ્તારમાંથી એસઓજી પોલીસે બે શખ્સોને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ૪.૩૭૮ કિ.ગ્રામ રૂા. ર,૧૮,૯૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી નશીલા પદાર્થોનું વેચાણ કરનાર સામે આકરા પગલા લેવામાં આવી રહયા છે. આ દરમ્યાન એસઓજીને ખાનગી રાહે એવી હકીકત મળેલ કે, હિતેશ શાંતીલાલ શાહ રહે. જૂનાગઢ નંદનવન સ્વસ્તિકનગર વાળો કાળા કલરની એકટીવા નં. જીજે-૦૩-ડીએ-૯૧૩૪માં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઈ વેચાણ કરવા માટે જૂનાગઢ દોલતપરા રામદેવપરામાં આવેલા યુનુસ સુલતાન કુરેશીનાં રહેણાંક મકાને ઈકબાલખાન અશરફખાન પઠાણ રહે. જૂનાગઢ જમાલવાડી ખાડીયા અશોકબાગ વાળાને મોડીરાત્રે વેચાણ કરવા આવનાર છે. જે બાતમીનાં આધારે એસઓજી ટીમ દ્વારા વોચ રાખવામાં આવેલી હતી દરમ્યાન બાતમીવાળો ઈસમ એક મકાન પાસે પોતાનું એકટીવા ઉભું રાખી એકટીવાની સીટ નીચેથી એક થેલી કાઢી રહેણાંક મકાનની ડેલી ખોલી અંદર ગયેલ તે વખતે તાત્કાલીક એસઓજીનો સ્ટાફ પંચો સાથે મકાનમાં પ્રવેશ કરતા ઉપરનાં માળે એક રૂમનો દરવાજાે ખુલો હોય અને અંદર લાઈટ ચાલુ હોય રૂમમાં બે ઈસમો વાતચીત કરતા જાેવા મળતા આ બંને ઈસમોને ઝડપી લેવામાં આવેલ અને તેની તપાસણી કરતા વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજાે ૪.૩૮૭ કી.ગ્રા. રૂા. ર,૧૮,૯૦૦નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ. પકડાયેલા આ શખ્સોમાં ઈકબાલખાન અશરફખાન પઠાણ તથા હિતેશ શાંતિલાલ શાહને ઝડપી લેવામાં આવેલ અને તેમના વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


