જૂનાગઢમાં હાજરી પુરવા બાબતે માથાકુટ થતાં સફાઈ કર્મચારીઓની હડતાલ

જબરજસ્તીથી અન્ય લોકો દ્વારા હાજરી પુરતા ફરીયાદ નોંધાવવા તજવીજ

જૂનાગઢમાં હાજરી પુરવા બાબતે માથાકુટ થતાં સફાઈ કર્મચારીઓની હડતાલ

જૂનાગઢ તા. ર૪ : 
તહેવારોની મોસમ શરૂ થઈ છે તેવા જ ટાંકણે આજે જૂનાગઢ મનપાનાં સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતાં ભારે દોડધામ મચી જવા પામી છે. બળજબરીપૂર્વક હાજરી પુરવાનાં પ્રશ્ને આજની આ હડતાલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર અન્ય વ્યકિત દ્વારા જબરજસ્તીથી હાજરી પુરતા આ બાબતે માથાકુટ થઈ હતી અને જેને લઈને આ બાબત સફાઈ કર્મચારીઓમાં ફેલાઈ જતાં તાત્કાલીક અસરથી તમામ સફાઈ કર્મચારીઓએ કામ બંધ રાખી અને હડતાલ ઉપર ઉતરી ગયા હતાં. હડતાલ ઉપર ઉતરેલા સફાઈ કર્મચારીઓ આજે એ ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં અને ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તહેવારોનાં ટાંકણે જ આજે સફાઈ કર્મચારીની હડતાલને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી.