જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે દિપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ ૬ દિવસ સુધી વિવિધ આયોજન
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૬
જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ચેરમેન પી.પી. સ્વામી અને મુખ્ય કોઠારી ધર્મકિશોર દાસજીના માર્ગદર્શન હેઠળ આજથી દિપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. જેમાં આજે શુક્રવારના રોજ ધનતેરસ નિમીતે સવારે ૧૦:૩રથી ૧ર વાગ્યા સુધી ધનની પૂજા કરવામાં આવેલ અને શનિવારે કાળી ચૌદસના રોજ સવારે ૧૧થી ૧ર હનુમાનજીનું પૂજન તેમજ રવિવાર દિવાળી નિમીતે સાંજે પ:પ૦થી ૧૦ સુધી ચોપડા પૂજન અને સાંજે ૭થી ૧૦ ફટાકડાની આતશબાજી સાથે પર્વ ઉજવાશે અને સોમવારે બપોરે ૧ર કલાકે અન્નકુટ આરતી અન્નકુટોત્સવ અને મંગળવાર નૂતન વર્ષ ઉજવાશે. આ ધર્મોત્સવમાં દર્શનનો લાભ લેવા સૌ હરિભક્તો-ધર્મપ્રેમી જનતાને પ્રફુલભાઈ કાપડીયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.


