ટ્રમ્પની હારથી વિશ્વના અબજાેપતિઓની સંપત્તિમાં અભૂતપૂર્વ ધોવાણ

ટ્રમ્પની હારથી વિશ્વના અબજાેપતિઓની સંપત્તિમાં અભૂતપૂર્વ ધોવાણ

(એજન્સી)       ન્યુર્યોક: તા.૬:
યુએસ મધ્યવર્તી ચૂંટણીમાં ટ્રમ્પની હાર અને ડેમોક્રેટિક પાર્ટીની જંગી જીતથી અબજોપતિઓની સંપત્તિ પર અસર પડી રહી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટમાં ઉથલપાથલ મચી ગઈ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં ૭૯.૭ બિલિયન (આશરે રૂ.૭.૫૩ લાખ કરોડ)નો ઘટાડો થયો છે, અને ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસનની સંપત્તિમાં $10.1 બિલિયન (આશરે રૂ.૯૫,૪૦૦ કરોડ)નો ઘટાડો થયો છે. Nvidia ના CEO જેન્સન હુઆંગની સંપત્તિમાં ૧૫.૧ બિલિયન ડોલર (લગભગ રૂ.૧.૪૩ લાખ કરોડ)નો ઘટાડો થયો. તેમની કુલ સંપત્તિ $150.9 બિલિયન થઈ ગઈ. તેઓ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના ૧૦ માંથી બહાર નીકળી ગયા, નવમા સ્થાનેથી ૧૩મા સ્થાને આવી ગયા.