ડોલર સામે રૂપિયો 95.63ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો

ડોલર સામે રૂપિયો 95.63ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો

નવી દિલ્હી તા.12
મંગળવારે શરૂઆતના કારોબારમાં ભારતીય રૂપિયો વધુ 35 પૈસા ઘટીને 95.63 ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને સમજુતીની આશાઓ ઓછી થવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે સ્થાનિક ચલણ પર દબાણ વધ્યું છે. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 95.57 પર ખુલ્યો અને પછી 95.63 ના સર્વકાલીન નીચલા સ્તરે આવ્યો જે તેના પાછલા બંધ સ્તરથી 35 પૈસાનો ઘટાડો દર્શાવે છે. સોમવારે રૂપિયો 79 પૈસા ઘટીને અમેરિકન ડોલર સામે 95.28 ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો હતો. દરમિયાન, છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.19 ટકાના વધારા સાથે 98.14 પર હતો. સ્થાનિક શેરબજારોમાં, શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 525.44 પોઈન્ટ ઘટીને 75,489.84 પોઈન્ટ પર પહોંચ્યો, જ્યારે નિફટી 164.5 પોઈન્ટ ઘટીને 23,651.35 પોઈન્ટ પર પહોંચ્યો.