દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટી પડયા : આવતીકાલે પણ શ્રધ્ધાળુઓ પિતૃતર્પણ વિધિ કરશે

દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટી પડયા : આવતીકાલે પણ શ્રધ્ધાળુઓ પિતૃતર્પણ વિધિ કરશે

જૂનાગઢ તા. ૧૦
શ્રાવણ માસનાં અંતિમ દિવસો એટલે કે ગઈકાલથી જ આરાવારાનાં ત્રણ દિવસ ગણાય છે. આ દિવસે પિતૃઓનાં મોક્ષાઅર્થે તેમજ તેમની શાંતિ માટે પીપળે પાણી રેડી અને પિતૃતર્પણ વિધિ કરવામાં આવે છે. ગઈકાલે જૂનાગઢ શહેરનાં વિવિધ ધર્મસ્થાનોમાં આવેલા પીપળેે ભાવિકોએ પાણી રેડી અને પ્રાર્થનાઓ કરી હતી. તેમજ આજે અને આવતીકાલે ભાદરવી અમાસનો દિવસ હોય તેનું ખુબ જ મહત્વ છે. શાસ્ત્રોકત અનુસાર આજનો દિવસ ભાદરવી અમાસ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. તેમજ આવતીકાલે પણ આખો દિવસ ભાદરવી અમાસ તરીકે ઉજવાશે. અને હજારો ભાવિકો પોતાનાં મૃતક સ્વજનોનાં કલ્યાણ માટે પ્રાર્થના કરશે. આજે જૂનાગઢનાં દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. અને વહેલી સવારથી જ પીપળે પાણી રેડી અને ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. પિતૃતર્પણ માટેનાં આ શ્રેષ્ઠ દિવસ ભાદરવી અમાસ અને દામોદર કુંડ ધાર્મિક દ્રષ્ટીએ પણ ખુબ જ મહત્વના છે ત્યારે હજારો ભાવિકો આજે દામોદર કુંડ ખાતે ઉમટી પડયા છે.  આવતીકાલે પણ ભાવિકો વહેલી સવારથી જ દામોદર કુંડ ખાતે ઉમટી પડશે અને પિતૃતર્પણનાં કાર્યમાં જાેડાશે તેમજ વિધિવિધાન સાથે ભાવપૂર્વક પિતૃતર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રાંચી તિર્થ ખાતે પણ આજે અને આવતીકાલે સતત બે દિવસ સુધી હજારો ભાવિકો પિતૃતર્પણ વિધિ માટે આવી પહોંચ્યા છે. અને અનેકવિધ ધાર્મિક કાર્યો યોજવામાં આવી રહયા છે.