દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોવીસ પૈકી એકવીસ ર્નિજન ટાપૂઓ પર મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું કલેકટરનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.27
ભારતના પશ્ચિમ છેવાડે આવેલ વિસ્તૃત કાંઠાળા વિસ્તાર ધરાવતાં તેમજ અતિ સંવેદનશીલ ગણાતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ 24 ટાપૂઓ પૈકી માત્ર 02 ટાપૂઓ પર માનવ વસાહત છે જયારે રર ટાપૂઓ માનવ વસાહત સિવાયના ર્નિજન છે. જે પૈકી નરારા ટાપુ માટે તા.19-12-2016ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને એસ.ડી.એમ.ની લેખિત પરવાનગી લેવામાંથી મુકિત આપવામાં આવી છે. આ ર્નિજન ટાપુઓ પર ધામિર્ક સ્થળો આવેલ હોય પ્રસંગોપાત વિવિધ શ્રધ્ધાળુઓ અવર-જવર કરે છે. સાથોસાથ રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો ર્નિજન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે અથવા ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્ત્તા ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધામિર્ક સ્થાનો, ભીડભાડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેતી હોય છે. આવી પ્રવૃત્તિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના 21 ર્નિજન ટાપુઓ ઘાની ઉર્ફે ડની, ગાંધીયોકડો, કાલુભાર, રોઝી, પાનેરો, ગડુ(ગારૂ), સાનબેલી(શિયાળી), ખીમરોઘાટ, આશાબાપીર, ભૈદર, ચાંક, ધબધબો (દબદબો), દીવડી, સામીયાણી, નોરૂ, માન મરૂડી, લેફા મરૂડી, લંઘા મરૂડી, કોઠાનું જંગલ, ખારા મીઠા ચુષ્ણા અને કુડચલી ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની લેખીત પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા. 23-07-2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.


