દેશભરમાં એસઆઈઆર કાર્યવાહી માટે ચૂંટણીપંચે યોજના બનાવી
નવી દિલ્હી તા.૧૧:
ભારતના ચૂંટણી પંચે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ મેનેજમેન્ટ ખાતે આ વર્ષની ત્રીજી મુખ્ય ચૂંટણી અધિકારીઓ પરિષદનું આયોજન કર્યું હતું. આ પરિષદમાં, રાષ્ટ્રીય સ્તરે સ્પેશિયલ સમરી રિવિઝન કવાયત માટેની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પરિષદનું ઉદ્ધાટન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી કમિશનર ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશી પણ હાજર હતા. પરિષદમાં, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ એ તેમના સંબંધિત વિસ્તારોમાં SIRની તૈયારીઓ, વ્યૂહરચનાઓ અને પડકારો પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. બિહારના ખાસ કરીને SIRની વ્યૂહરચના અને પડકારો પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં મતદાર યાદીના સંચાલન અને અપડેટ કરવાની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બધા સીઈઓએ તેમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોની સંખ્યા, છેલ્લા જીૈંઇની લાયકાત તારીખ, મતદાર યાદીની સ્થિતિ, અને મતદાર યાદીના ડિજિટાઇઝેશન અને છેલ્લા જીૈંઇ પછી તેને વેબસાઇટ પર અપલોડ કરવાની પ્રગતિ અંગે વિગતવાર માહિતી શેર કરી હતી.


