બેંકો અથવા તેમના એજન્ટો લોન વસુલાતના નામે લોકોને ડરાવી - ધમકાવી શકશે નહીં
રીઝર્વ બેંકે હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ માટે લોન વસુલાતના નવા ડ્રાફટ નિયમો જારી કર્યા
(એજન્સી) મુંબઈ તા.૧૩:
બેંકો અથવા તેમના એજન્ટો હવે લોન વસૂલાતના નામે ગ્રાહકોને ડરાવી શકશે નહીં. રિઝર્વ બેંકે ગુરુવારે શિડ્યુલ્ડ કોમશિર્યલ બેંકો (પ્રાદેશિક ગ્રામીણ બેંકો સિવાય) અને હાઉસિગ ફાઇનાન્સ કંપનીઓ (ૐહ્લઝ્રજ) માટે લોન વસૂલાત સંબંધિત નવા ડ્રાફટ નિયમો જારી કર્યા છે. નવા નિયમો અનુસાર, એજન્ટો દ્વારા કરવામાં આવેલા દરેક કોલ રેકોર્ડ કરવામાં આવશે અને તેમને ગ્રાહકો સાથે નમ્રતાથી વાત કરવાની જરૂર રહેશે. વધુમાં, શોક, લગ્ન અથવા તહેવારો જેવા પ્રસંગોએ વસૂલાત માટે ફોન કોલ્સ અથવા ઘરે મુલાકાતો પર પણ પ્રતિબંધ રહેશે. આ નિયમો હેઠળ, વસૂલાત એજન્ટોને હવે ખાસ તાલીમ લેવાની જરૂર પડશે. આ નવી માર્ગદશિર્કા આગામી ૧ જુલાઈથી અમલમાં આવશે.
ઇમ્ૈં એ સ્પષ્ટ કર્યું છે કે બેંકો તેમના ભાડે રાખેલા એજન્ટોના વર્તન માટે સીધી જવાબદાર રહેશે. વધુમાં, એક નિયમ બનાવવામાં આવ્યો છે કે એજન્ટો સાંજે ૭ વાગ્યા પછી ગ્રાહકોને ફોન કરશે નહીં.


