વિવાદાસ્પદ અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેન સિદ્દિકીની ધરપકડ : ૧૩ દિવસના રીમાન્ડ

વિવાદાસ્પદ અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેન સિદ્દિકીની ધરપકડ : ૧૩ દિવસના રીમાન્ડ

નવીદિલ્હી,તા.૧૯
પાટનગર દિલ્હીમાં તા.૧૦ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસમાં એક તરફ નવા નવા ધડાકા થતા જાય છે તે વચ્ચે હવે એજન્સીઓએ ધરપકડ અને રીમાન્ડનો દૌર પણ તેજ બનાવ્યો છે અને તેમાં ગઈકાલે ખાસ પીએમએનએલએ અદાલતે અલ ફલાહ યુનિ.ના ચેરમેન જાવેદ અહેમદ સીદીકીને ૧૩ દિવસની ઈડીના રીમાન્ડ પર સોંપ્યા છે.
ગઈકાલે જ ઈડીએ સીદીકીની ધરપકડ કરી હતી. આ યુનિવર્સિટી આતંકી અડ્ડો બની હોવાનું બહાર આવ્યું છે અને યુનિ.ના સંચાલકોનો મોટા પાયે નાણાકીય રીતે ગોટાળા તથા જે પ્રકારે યુનિ.ને ભંડોળ મળે છે તેનો જેહાદી પ્રવૃતિમાં ઉપયોગ સહિતના પુરાવા મળ્યા છે અને મોટાપાયે મનીલોન્ડ્રીંગ થતુ હોવાનું બહાર આવ્યું છે.
જેના પરથી ગઈકાલે સીદીકીની ધરપકડ કરી હતી 
અને તેની રીમાન્ડ માટે રાત્રીના ૧૧ વાગ્યે એડી. સેશન્સ જજ શીતલ ચૌધરી પ્રધાનના નિવાસસ્થાને અદાલત લાગી હતી અને 
તેમાં સીદીકીને ૧૩ દિવસના રીમાન્ડ પર સોંપાયા છે.