બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે અધિક એકાદશીએ આંબા મનોરથ યોજાયો

બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે અધિક એકાદશીએ આંબા મનોરથ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. 29
બેટ દ્વારકા તીર્થધામમાં દ્વારકાધીશ મંદિરે હાલમાં ચાલતા અધિક પુરૂષોત્તમ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક ઉત્સવોની હારમાળા યોજાઈ રહી છે જેના ભાગરૂપે અધિક એકાદશીએ ભવ્ય આંબા મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવેલ. અધિક માસની સુદ એકાદશીએ બેટ દ્વારકાધીશ મંદિરમાં ભકિતમય માહોલમાં યોજાયેલ આંબા મનોરથ ઠાકોરજી સમક્ષ શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે અર્પણ કરવામાં આવ્યો હતો. ઠાકોરજીના ગર્ભગૃહને આંબાના ફળોથી સુશોભિત કરવામાં આવ્યું હતું જે દિવ્ય દર્શનનો લાભ લેવા શ્રધ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. અધિક પુરૂષોત્તમ માસમાં ભગવાન શ્રીકૃષ્ણની આરાધના અને દર્શનનું અનંતગણું પુણ્ય મળતું હોય દેશભરમાંથી આવેલ હજારો ભાવિક ભકતોએ આ દિવ્ય દર્શનની નિહાળી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠયું હતું.