ભેંસાણ ખાતે કારમાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

ભેંસાણ ખાતે કારમાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.26
ભેંસાણ પોલીસે અક્ષરધામ સોસાયટી નજીકથી ગેરેજમાં કારમાં સંતાડેલ વિદેશી દારૂ-બીયરનો જથ્થો ભેંસાણ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભેંસાણ પોલીસે ભેંસાણ રાણપુર રોડ પર અક્ષરધામ સોસાયટી નજીક આવેલ પટેલ મોટર્સ ગેરેજમાં હયુન્ડાઈ કંપનીની ક્રેટા કાર નં.GJ-01-RM-1748માં રાખેલ વિદેશી દારૂની 2176 બોટલ કિ.રૂા.4,44,905, બીયર ટીન નંગ-129 કિ.રૂા.16125 મળી કુલ રૂા.9,61,030નો મુદ્દામાલ કબ્જે કરી હાજર નહી મળી આવેલ પટેલ મોટર્સ ગેરેજના સંચાલક ભરત વાલજીભાઈ ભુવા અને સિલ્વર કલરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા નં.GJ-01-RM-1748ના માલીક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.