રાજ્યના બેરોજગારો માટે સરકારની જાહેરાત પોલીસ દળમાં ૧૪,૫૦૭ નવી ભરતી હાથ ધરાશે
વર્ગ-૩ના નવી નિમણૂક પામનારા યુવાનોને નિમણૂકપત્ર આપવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વાત
ગાંધીનગર, તા.૨પ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં વર્ગ-૩માં નવી નિમણૂક મેળવી રહેલાં ૪,૪૭૩ યુવાઓને આહવાન કર્યુ કે,રાજ્ય સરકારની સેવામાં તેમને મળેલી તકને માત્ર નિમણૂક નહી પરંતુ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવ:નો મંત્ર સરકારમાં અપનાવ્યો છે અને લોકોને ગુડ ગવર્નન્સની સતત પ્રતિતિ કરાવી છે. નવી નિમણૂક મેળવી રહેલા યુવાઓ પણ પ્રમાણિકતા સાથે કાર્યરત રહીને, કોઈ નાના માનવીની મુશ્કેલી દૂર કરીને કે કોઈ વિધવા માતાના આંસુ લુછીને, નિરાધારનો આધાર બનીને સંવેદનશીલ સરકારની અનુભૂતિ પોતાના વાણી વર્તન અને વ્યવહારથી કરાવે તેવી તેમની પાસેથી અપેક્ષા છે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિભાગોમાં વિવિધ કેડરમાં પસંદગી પામેલા કુલ ૪,૪૭૩ ઉમેદવારોમાંથી પ્રતિકાત્મક રૂપે ૨૧ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ યુવાઓને પ્રેરણા આપતાં કહ્યુ કે, ફરજાે અને કામગીરીમાં શિથિલતા નહી પરંતુ નવિનતાના અભિગમ સાથે રાષ્ટ્રહિત પ્રથમ અને રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના ભાવને સમગ્ર કેરિયરમાં પ્રાથમિકતા આપીને ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણના તેઓ સંવાહક બને. મુખ્યમંત્રીએ સરકારે માનવ સંસાધન માટે ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યરત કરેલા ૩૦૦૦થી વધુ કેડરની માહિતી સાથેના કેડર મેનેજમેન્ટ પોર્ટલ અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરની વિગતો આપતા કહ્યું કે, આના પરિણામે ભવિષ્યના મેન પાવર રિક્રુટમેન્ટ માટેનું આયોજન સરળ બન્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૌ ઉમેદવારોએ અથાક પરિશ્રમને અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ સફળતા જનસેવાની નવી શરૂઆત છે. નિમણૂક પામનાર સૌ ઉમેદવારોને રાજ્યના નાગરિકોના કામ કરવા માટે તક મળી છે. આ તકનો ઉપયોગ નાગરિકોની સેવા કરવા માટે હકારાત્મક અભિગમ સાથે થાય તેવી કાળજી તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે સાહેબ શબ્દની વાતમાં આવીને જમીન ક્યારેયા છોડતા નહીં એમ જણાવી કહ્યું કે, સાહેબ શબ્દથી દૂર રહેજાે નહીં તો પતન શરૂ થઇ જશે એટલે એનાથી દૂર રહેજાે આ મારો અનુભવ છે. આ પ્રસંગે મહત્વપૂર્ણ જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રાજ્યના લાખો યુવાનો માટે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ ૧૪,૫૦૭ નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં ઁજીૈં અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની ૧૩,૫૯૧ જગ્યાઓ અને ટેકનિકલ કેડરની ૯૧૬ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલમાં ગુજરાત પોલીસ દળની ચાલી રહેલી ૧૨થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે, જેમના નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં અપાશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશાના માધ્યમથી નવ નિયુક્ત ઉમેદવારને અભિનંદન આપીને ‘વિકસિત ભારત‘ માટે પોતાનું મહત્તમ યોગદાન આપવા શુભેચ્છાઓ પાઠવી હતી.


