ર૦ર૬માં ભારતનું અર્થતંત્ર ૪ ટ્રીલીયન ડોલરના આંકને વટાવી જશે
(એજન્સી)નવી દિલ્હી,તા.૨૬:
વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં દેશનું અર્થતંત્ર ચાર ટ્રિલ્યન ડોલરનો આંક પાર કરી જાય તેવી શક્યતા ચીફ ઈકોનોમિક એડ્વાઈઝર વી અનંથા નાગેશ્વરને વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે ભૂરાજકીયનીતિ ‘વિશાળ પરિવર્તન‘ની સ્થિતિમાં છે, ત્યારે વૈશ્વિક યોજનાઓમાં ભારતની સ્થિતિ અને પ્રભાવ જાળવી રાખવા માટે આર્થિક વિકાસનું ખૂબ જ મહત્ત્વ છે. હાલમાં ભારતનું અર્થતંત્ર ૩.૯ ટ્રિલીયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું પાંચમાં ક્રમાંકનું અર્થતંત્ર છે.
અત્રે આઈવીસીએ ગ્રીન રિટન્ર્સ સમિટ ૨૦૨૫ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ચાર ટ્રિલ્યન ડોલરની સપાટી પાર કરવાની ખુબ જ નજીકમાં જ છે અને આગામી માર્ચનાં અંતે પૂરા થનારા વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૩.૯ ટ્રિલ્યનથી વધીને ચાર ટ્રિલ્યનની સપાટી પાર કરી જાય તેવી શક્યતા છે.


