વેરાવળમાં એલસીબીનો સપાટો : રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો
૧૬૮૦ બોટલ દારૂ, કાર સહીત રૂા. ૧૦.૭૦ લાખનો મુદામાલ જપ્ત
ગીર સોમનાથ તા. ૧૧
ગીર સોમનાથનાં વેરાવળનાં ડાભોર રોડ પર આજે ચોકકસ બાતમીનાં આધારે એલસીબીએ દારૂ અંગે દરોડો પાડતાં ગુરૂનાનક ચોક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ૧૬૮૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. રેનોલ્ટ ડસ્ટર કાર સહીત કુલ રૂા. ૧૦.૭૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ દરોડા દરમ્યાન વેરાવળનો લીસ્ટેડ બુટલેગર રોહીત ઉર્ફે રેમ્બો બારીયા નાશી છુટયો હોય તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.


