સુખનાથ ચોકમાં આવેલ શાકમાર્કેટ ખાતે ખડકાયેલા કચરાનાં ગંજ દૂર કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
જૂનાગઢ તા.૮
હાલમાં જૂનાગઢ શહેરમાં ભારે વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય પણ વધ્યું છે. જૂનાગઢ સુખનાથ ચોકમાં આવેલ શાકમાર્કેટ ખાતે ગંદકીના ગંજ ખડકાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી. અને રોગચાળો ફેલાવાની ભીતી વ્યક્ત થઈ હતી. તે સંજાેગોમાં આ વિસ્તારના કોર્પોરેટર અશરફભાઈ થઈમે તત્કાલ નાગરીકોની ફરિયાદો ધ્યાને લઈ જાતે શાકમાર્કેટ ખાતે પહોંચી કચરો હટાવવાની કામગીરી કરાવી હતી અને સમગ્ર શાકમાર્કેટ વિસ્તારમાંથી સમયસર કચરાના ગંજ હટાવી લેવામાં આવતા નાગરીકોએ રાહતનો દમ લીધો હતો. વોર્ડ નં.૮ના કોર્પોરેટરો અદ્રેમાનભાઈ પંજા, આદીલભાઈ કોતલ, સેનીલાબેન અશરફભાઈ થઈમ, શહેનાજબી કાદરી દ્વારા લોકોની ફરિયાદો તરફ સમયસર ધ્યાન આપવામાં આવતા તેની સરાહના થઈ રહી છે.


