સતત વિરોધ અને વિવાદો વચ્ચે આગામી 26 સપ્ટેબરના રોજ ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રીલીઝ થશે.
ભારતીય અભિનેત્રી વાણી કપૂર અને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ 'અબીર ગુલાલ' આખરે ભારતમાં રીલીઝ થવા જઈ રહી છે. વિશ્વભરમાં આ ફિલ્મ 12 સપ્ટેમ્બરે રીલીઝ થઇ ચુકી છે પરંતુ આ ફિલ્મમાં વાણી કપૂર સાથે લીડ રોલમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન હોય, આ ફિલ્મ ઘણા વિવાદ અને વિરોધ વચ્ચે સતત ઘેરાયેલી રહી હતી. જો કે આખરે ફિલ્મ નિર્માતાઓ આગામી ૨૬ સપ્ટેમ્બરે આ ફિલ્મ ભારતમાં રીલીઝ થવાની તૈયારીમાં છે.


