સહજાનંદ સ્વામી નારાયણ ગુરૂકુળ વંથલી ખાતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગ યોજાયો

સહજાનંદ સ્વામી નારાયણ ગુરૂકુળ વંથલી ખાતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગ યોજાયો

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.ર૬
ગૌ સેવા ગતિવિધિ જૂનાગઢ વિભાગ તથા શ્રી સહજાનંદસ્વામી ગુરૂકુલ વંથલીના સંયુક્ત ઉપક્રમે આજે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ વર્ગમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જમીનની ફળદ્રુપતા જાળવવા, દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિઓ તથા પ્રાકૃતિક ખેતીના વ્યવહારૂ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી અને નીલકંઠ ભગત(વંથલી ગુરૂકુળ )દ્વારા ખેડૂતોને ખૂબ જ સરળ અને વ્યવહારૂ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ગુરુકુળ દ્વારા સંચાલિત સહજાનંદ પ્રાકૃતિક ફાર્મની પ્રેક્ટિકલ મુલાકાત કરાવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને જીવનમાં અપનાવીને સ્વસ્થ ધરતી, સ્વસ્થ અન્ન અને સમૃદ્ધ પરિવાર તરફ આગળ વધવા માટે તેમણે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી અંગે પોતાના પ્રશ્નો રજૂ કરી માર્ગદર્શન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ મેઘજીભાઈ હિરાણી, તમામ માર્ગદર્શકો, આયોજકો, કાર્યકર્તાઓ, સહયોગીઓ તથા ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.