હિન્દુ ધર્મ એક જીવનશૈલી છે - મંદિર જવું ફરજીયાત નથી : સુપ્રિમ કોર્ટ

હિન્દુ ધર્મ એક જીવનશૈલી છે - મંદિર જવું ફરજીયાત નથી : સુપ્રિમ કોર્ટ

(એજન્સી)   નવી દિલ્હી તા.14
હિન્દુ ધર્મ અંગે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ માત્ર એક ધર્મ નહીં, પરંતુ જીવન જીવવાની રીત છે અને હિન્દુ રહેવા માટે વ્યક્તિએ ફરજિયાત મંદિરે જવું કે ધામિર્ક વિધિઓ કરવી ફરજિયાત નથી. ઘરમાં માત્ર એક દીવો પ્રગટાવવો પણ વ્યક્તિની ધામિર્ક શ્રદ્ધા સાબિત કરવા માટે પૂરતો છે.
કેરળના સબરીમાલા મંદિર સહિતના વિવિધ ધર્મસ્થળોમાં મહિલાઓ સામે ભેદભાવ સંબંધિત પિટિશનોની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યાકાંતની આગેવાની હેઠળ 9 જજની બનેલી બંધારણીય ખંડપીઠે આ અવલોકન કર્યું હતું.
આ મામલે સુનાવણીના 15મા દિવસે વકીલ ડો. જી. મોહન ગોપાલે દલીલ કરી હતી કે ધામિર્ક સમુદાયોમાં સામાજિક ન્યાયની માંગ ઊભી થઈ રહી છે.
હિન્દુ ધર્મને એક ધામિર્ક કેટેગરી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. આ પછી 1966માં એવું માનવામાં આવ્યું કે હિન્દુ તે છે જે વેદોને ધર્મ અને તત્વજ્ઞાનની તમામ બાબતોમાં સર્વોચ્ચ સત્તા તરીકે સ્વીકારે છે.