હોર્મુઝમાંથી પસાર થતા જહાજાે પાસેથી ઈરાન ટોલ વસુલશે : સંસદની બહાલી

હોર્મુઝમાંથી પસાર થતા જહાજાે પાસેથી ઈરાન ટોલ વસુલશે : સંસદની બહાલી

તહેરાન તા.ર૪
ઈરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ એટલે કે ફી લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, જે દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી હશે, તેમની પાસેથી દરિયાઈ સેવાઓના બદલામાં શુલ્ક લેવામાં આવશે.
ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા હસન કાશકવી અનુસાર, ફીના બદલામાં દરિયાઈ સેવાઓ, સુરક્ષા અને વીમા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ ઉપરાંત, પર્યાવરણ સંબંધિત સેવાઓ અને ખાસ પરિસ્થિતિ ઓમાં ઇંધણ પણ આપવામાં આવશે. ચુકવણી ઈરાની રિયાલ અથવા ઈરાનની પસંદગીની અન્ય કોઈ કરન્સીમાં કરી શકાશે.