હવેથી બદરીનાથ અને કેદારનાથમાં બિન સનાતનીઓના પ્રવેશ પર રોક
(એજન્સી) દહેરાદૂન તા.૧૧
બદરીનાથધામ અને કેદારનાથમાં બિન સનાતનીઓના પ્રવેશ પર રોક લગાવવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. બદરીનાથ - કેદારનાથ મંદિર સમીતીની મંગળવારે દહેરાદૂનમાં થયેલી બોર્ડ બેઠકમાં સર્વસંમતિથી આ બારામાં પ્રસ્તાવ પસાર થયો હતો. બદરીનાથ મંદિર સમીતીના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, બન્ને ધામોમાં એક નિશ્ચિત સીમામાં મોબાઈલને પ્રતિબંધીત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બદરીનાથ ધામના કપાટ ૨૩ એપ્રિલ અને કેદારનાથ ધામના કપાટ ૨૨ એપ્રિલે ખુલી રહ્યા છે. ગંગોત્રી યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાએ ૧૯ એપ્રિલે ખુલશે. તેના માટે સમીતી તૈયારી પુરી કરવામાં આવી રહી છે.


