CSR પ્રવૃત્તિ અંતર્ગત GMERS જનરલ હોસ્પિટલ, જૂનાગઢના બ્લડ સેન્ટરને આધુનિક સાધનોની ભેટ

CSR પ્રવૃત્તિ અંતર્ગત GMERS જનરલ હોસ્પિટલ, જૂનાગઢના બ્લડ સેન્ટરને આધુનિક સાધનોની ભેટ

જૂનાગઢ, ત.૧૦
GMERS જનરલ હોસ્પિટલ, જુનાગઢના બ્લડ સેન્ટરને CSR (Corporate Social Responsibility) પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ આધુનિક સાધનો પ્રાપ્ત થયા છે. આ સાધનોના કારણે બ્લડ સેન્ટરની કામગીરી વધુ સુનિશ્ચિત, ગુણવત્તાસભર અને અસરકારક બનશે. CSR અંતર્ગત બ્લડ સેન્ટરને મળેલ મુખ્ય સાધનોમાં ૧. Blood Bank Refrigerator – રક્તની બેગને યોગ્ય તાપમાનમાં સુરક્ષિત રીતે સંગ્રહ કરવા માટે ઉપયોગી., ૨. Coagulometer  – રક્તના ઘટકોની ગુણવત્તા ચકાસણી અને જરૂરી ગુણવત્તા નિયંત્રણ માટે ઉપયોગી., ૩. Gel Card Centrifuge – બ્લડ ગ્રુપિંગ તથા ક્રોસ-મેચિંગની પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ સાધન., ૪. Cell Counter – રક્તના ઘટકો તથા ગુણવત્તા નિયંત્રણ સંબંધિત તપાસ માટે. આ તમામ સાધનો ઉપલબ્ધ થવાથી બ્લડ સેન્ટરમાં રક્તની સંગ્રહ વ્યવસ્થા, પરીક્ષણ, ગુણવત્તા નિયંત્રણ તથા દર્દીઓને સુરક્ષિત રક્ત અને રક્ત ઘટકો પૂરા પાડવાની કામગીરીમાં વધુ સુદ્રઢતા આવશે. આ ઉપરાંત બ્લડ સેન્ટરને Plasma Thawing Bath પણ મળવાનું છે, જે પ્લાઝમાને નિયંત્રિત તાપમાને thaw કરવા માટે ઉપયોગી રહેશે. આ તમામ સાધનોની કુલ અંદાજિત કિંમત આશરે રૂા.૨૦ લાખ છે. આ આધુનિક સાધનોની ઉપલબ્ધિથી GMERS જનરલ હોસ્પિટલ, જૂનાગઢના બ્લડ સેન્ટરની સેવાઓમાં ગુણવત્તા અને કાર્યક્ષમતામાં વધારો થશે તથા જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સુરક્ષિત અને ગુણવત્તાસભર રક્ત ઘટકો ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.