ગીર ગઢડા ના કોળી સમાજની દીકરીએ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં પી. એચ. ડી. ડિગ્રી પ્રાપ્ત કરી
સમાચાર ઉના:
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના કોળી સમાજના સામાન્ય પરિવારમાં જન્મેલ નેહાબેન દેવચંદભાઈ બારડએ સરકારી શાળામાં ઉચ્ચતર માધ્યમિક સુધી અભ્યાસ પૂર્ણ કરી વડોદરાની શ્રી, મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ભૌતિક વિજ્ઞા માં એમ. એસ. સી. પાસ કરી અથાગ મહેનત કરી તેમણે ભૌતિક વિજ્ઞાન ના વિષય ઉપર એક સંશોધન કરી મહાનિબંધ તેમના માર્ગદર્શક ડો. ચેતન ભાઈ લિંબાચિયા હેઠળ તૈયાર કરેલ અને પૂર્ણ કરી ,વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં રજૂ કરેલ અને યુનિવર્સિટીએ તે મહાનિબંધ માન્ય કરી નેહાબેન દેવચંદ ભાઈ બારડની પી. એચ. ડી. ડિગ્રી માટે મંજૂર કરેલ છે. તેથી તેમણે સમગ્ર બારડ અને બાંભણિયા પરિવાર અને ગીર સોમનાથ જિલ્લા કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે.


