જન્મભૂમિને કર્મભૂમિ બનાવવાનો પિતાશ્રીના સંકલ્પને સાકાર કરવાનો વિનમ્ર પ્રયાસ : ડો. ચિંતન એમ. યાદવ, આસ્થા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, જૂનાગઢ

જન્મભૂમિને કર્મભૂમિ બનાવવાનો પિતાશ્રીના સંકલ્પને સાકાર કરવાનો વિનમ્ર પ્રયાસ : ડો. ચિંતન એમ. યાદવ, આસ્થા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, જૂનાગઢ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧
જૂનાગઢ શહેરમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક નવી આશાનું કિરણ રૂપ બની રહેલી “આસ્થા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ”નો શુભારંભ થયો છે. ત્યારે હોસ્પિટલના સ્થાપક ડો. ચિંતન યાદવે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તેમના પિતાશ્રી સ્વ. મનીષભાઈ યાદવનું એક દિવ્ય સ્વપ્ન હતું કે તેમનો પુત્ર આરોગ્ય ક્ષેત્રમાં ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરીને વતનભૂમિમાં રહીને દરિદ્ર નારાયણની સેવા માટે પોતાનું જીવન સમપિર્ત કરે. પિતાશ્રીના એ પવિત્ર વિચારો અને સંસ્કારોને સાકાર રૂપ આપવા માટે ડો. ચિંતન યાદવે જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ક્રાયસ્ટલ કોમ્પલેક્ષ, પટેલ ડાઇનિંગ હોલની બાજુમાં “આસ્થા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ”ની સ્થાપના કરી છે. આ હોસ્પિટલ માત્ર સારવારનું કેન્દ્ર જ નહીં પરંતુ સેવા, સંવેદના અને માનવતાનું પ્રતિક બની રહેશે. આ હોસ્પિટલમાં ડો. ચિંતન યાદવ, ડો. સોમ્યા યાદવ, ડો. આનંદ પોપટ, ડો. હિમા પોપટ, ડો. અરજણ કરમુર, ડો. દીપ્તિ કરમુર, ડો. જીજ્ઞા ફળદુ, ડો. ભૂમિ ભટ્ટ સહિત તજજ્ઞ ડોક્ટરો દ્વારા ફિઝિશિયન વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, સર્જરી વિભાગ, એલર્જી વિભાગ, ગાયનેકોલોજીસ્ટ વિભાગ, અને સાયકયાટ્રીક વિભાગ સહિત હૃદયરોગ, મગજના રોગો, ફેફસાંના રોગો, વિવિધ પ્રકારના ઇન્ફેક્શન, પેરાલિસીસ, સર્પદંશ સહિત ગંભીરથી અતિ ગંભીર બીમારીઓની આધુનિક અને સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને આધુનિક સાધનો સાથે દર્દીઓને યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. ડો. ચિંતન યાદવ દ્વારા ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સહાનુભૂતિપૂર્વકની સેવા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. “દરિદ્ર નારાયણની સેવા એ જ સાચી સેવા”ના સિદ્ધાંત સાથે હોસ્પિટલમાં જરૂરિયાતમંદોને સહાયરૂપ થવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ ભવિષ્યમાં અમલમાં મૂકવામાં આવશે. “આસ્થા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ” માત્ર એક હોસ્પિટલ નહીં પરંતુ સેવા, સંસ્કાર અને સમર્પણનું કેન્દ્ર બનીને જૂનાગઢ અને આસપાસના વિસ્તારોના લોકોને આરોગ્યમય જીવન તરફ દોરી જશે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે તેમ યાદીના અંતે જણાવેલ હતું.