પોરબંદર એલ.સી.બી.એ ટ્રકનો પીછો કરી ટ્રકમાંથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો પકડી પાડયો

પોરબંદર એલ.સી.બી.એ ટ્રકનો પીછો કરી ટ્રકમાંથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો પકડી પાડયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૦
પોરબંદર એલ.સી.બી. પોલીસે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી  રાણાવાવ પો.સ્ટે.ના હનુમાનગઢથી રાણાવાવ રોડ પર લધાધારના પાટીયા પાસે ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-૨૧ કુલ બોટલો નંગ-૨૦૨ કિ.રૂા.૨.૨૨,૨૦૦/- તથા બીયરના ટીન નંગ-૧૪૧ કિ.રૂા.૩૧,૦૨૦/- મળી કુલ.કિ.રૂા.૨.૫૩,૨૨૦/- તથા ટ્રક કી.રૂા.૫,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ઼ા.૭.૫૮,૨૨૦/-ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા સફળતા હાંસલ કરી છે. એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રાણા બોરડી ગામના પાટીયા પાસે પહોંચતા એ.એસ. આઈ બટુકભાઇ વિંઝુડા તથા ઉદયભાઇ વરૂ તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને ખાનગીરાહે હકીકત મળેલ કે, જામનગર તરફથી ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરાઇને આવે છે. જેથી લધાધારના પાટીયા પાસે રોડ પર વોચમાં હોય દરમ્યાન જામનગર તરફથી રાણાવાવ તરફ એક ફુલ સ્પીડમાં ફોર વ્હીલ કાર આવતી હોય જેને હાથ વડે ઇસારો કરી રોકાવતા કાર ચાલકે પોતાની કાર રોકેલ નહી અને તે કારની પાછળ હકિકત વાળો ટ્રક આવતો હોય જે ટ્રકને રોકાવતા ટ્રક પણ હંકારી જતા ટ્રેકનો પીછો કરી પકડી પાડી ચેક કરતા ટ્રકની કેબીન ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન ભરેલ પુઠ્ઠાના બોક્ષ મળી આવતા ટ્રક ડ્રાઇવર રીયાઝ ગફારભાઇ કાતીયાર(ઉ.વ.૨૮) રહે. રાણાવાવ ગોપાલપરા પશુ દવાખાના પાસે તા.રાણાવાવ જી. પોરબંદરવાળાના કબ્જાના ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-૨૧ કુલ બોટલો નંગ-૨૦૨ કિ.રૂા.૨, ૨૨,૨૦૦/- તથા બીયરના ટીન નંગ-૧૪૧ કિ.રૂા.૩૧,૦૨૦/- મળી કુલ.કિ.રૂા.૨.૫૩,૨૨૦/- તથા ટાટા કંપનીનો ટ્રક કિ.રૂા. ૫,૦૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ મુદામાલ રૂા.૭,૫૮,૨૨૦/-ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી તથા દારૂનો જથ્થો મગાવનાર તથા ટ્રક આગળ પાયલોટીંગ કરનાર અમીન જુસબભાઇ પઢીયાર વિરૂધ્ધ રાણાવાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.