વેરાવળમાં ભાજપનાં ઉમેદવાર પરીચય કાર્યક્રમમાં ૩૩ ટકા મહિલા અનામતની ચર્ચા કરાઈ
ભાજપમાં ધારાસભ્ય અને સાંસદ કયારે બની જાય તેની કોઈને ખબર નથી : સાંસદ રાજેશ ચુડાસમા
ગીર સોમનાથ તા. ૧૪
ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જાેરશોરથી પ્રચાર તંત્ર વેગવાન બનાવેલ છે તેમજ ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થયું હોય અને બેઠકોનો દોર ચાલી રહયો છે. આ દરમ્યાન વેરાવળ ખાતે ભાજપનાં ઉમેદવારનાં પરીચય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા ઉમેદવારો જ ગેરહાજર રહયા હોવાની નોંધનીય બાબત બની હતી. મહિલા ઉમેદવારોનાં પતિ અને પ્રતિનિધિઓની હાજરી જાેવા મળતી હતી. દરમ્યાન ભાજપનાં ઉમેદવારનાં પરીચય કાર્યક્રમમાં પ્રાસંગીક ઉદબોધન કરતા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે 2029માં 33 ટકા મહિલા અનામત આવી રહેલ છે. અને જાે તમારે મહિલાઓને ધારાસભ્ય અને સંસદ સભ્ય બનાવવા હોય તો અત્યારથી જ ગામડા બતાવજાે અને મહિલાઓને સક્રિય બનાવવા હાકલ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે લોકસભાનું સત્ર શરૂ થઈ રહયું છે અને 33 ટકા મહિલા આરક્ષણ બીલ આવી રહયું છે. ત્યારે મહિલા વર્ગે પણ અત્યારથી જ જાગૃતિ દાખવવી પડશે તેમજ આ તો ભાજપ છે આમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય કયારે બની જાય એની કોઈને ખબર નથી. જેથી ઉપસ્થિત પ્રતિનિધિઓને ટકોર કરી હતી. ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈને જાેરશોરથી પ્રચાર તંત્ર વેગવાન બની ગયું છે અને વધુને વધુ બેઠક ભાજપનાં ઉમેદવારને પ્રાપ્ત થાય તે માટેનાં પ્રયાસો અને જહેમત ભાજપનાં તમામ કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.



