લગ્ન સર્ટીફિકેટમાં હવે યુગલના ફોટા ફરજીયાત કરવામાં આવશે

લગ્ન સર્ટીફિકેટમાં હવે યુગલના ફોટા ફરજીયાત કરવામાં આવશે

અમદાવાદ તા.૧૪ :
રાજયમાં લગ્ન અને લીવ ઈન સંબંધી કાનુનો કડક બનાવી રહેલી રાજય સરકારે હવે યુનિફોર્મ સિવિલ કોડ પણ અમલી બનાવવા તૈયારી કરી રહ્યું છે. જેના નિયમો હવે બની રહ્યા છે તે સાથે હવે સરકારે લગ્ન સર્ટીફિકેટમાં નવ વિવાહીત યુગલનો ફોટો પણ જરૂરી બનાવ્યા છે.
ચુંટણી પછી સરકાર યુસીસીને જે વિધાનસભાએ મંજુર કર્યો છે તે અમલી બનાવી રહી છે અને તેની સાથે આ ફેરફાર પણ અમલી બનશે. રાજય સરકારે આ માટે ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ ટુલ ૨૦૦૬માં ફેરફાર કરશે અને તેની સાથે આધારની જેમ બાયોમેટ્રીક-ફીચર્સ પણ જરૂરી બનાવવાની તૈયારીએ આધાર ઓથેન્ટીફીકેશનની જેમ જ પ્રક્રિયા થશે. લગ્ન નોંધણી પ્રમાણપત્ર એ અનેક સરકારી સેવામાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેથી હવે તેને વધુ ચોકકસાઈભર્યુ પ્રમાણીત હોય તે સરકાર અમલ કરવા જઈ રહી છે. જેનાથી બનાવટી - ચેડા કરેલા લગ્ન પ્રમાણપત્ર તુર્તજ શોધી શકાશે. ન્યાયીક કામગીરી જેમકે લગ્ન સાબીત કરવા છુટાછેડા - ભરણપોષણ - સંતાનો પર અધિકાર અને વારસાગત મિલ્કતો વિ.માં લગ્ન પ્રમાણપત્ર મહત્વની ભૂમિકા ભજવે છે.