શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જૂનાગઢ ધામ ખાતે મહા શિવરાત્રી મહોત્સવની ઉજવણી થશે

શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જૂનાગઢ ધામ ખાતે મહા શિવરાત્રી મહોત્સવની ઉજવણી થશે

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જૂનાગઢ ધામ ખાતે મહા શિવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે મહા શિવરાત્રીનાં પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે બિરાજમાન શ્રી સિધ્ધેશ્વર મહાદેવનો અભિષેક દર્શન સવારે ૬ કલાકે યોજવામાં આવશે. જયારે શણગાર દર્શન સવારે ૭.૧પ કલાકે યોજાશે. જયારે સવારે ૮ કલાકે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાશે. તેમજ સવારે ૧૦ કલાકે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત રાત્રીનાં ૯ કલાકે મહા શિવરાત્રી અભિષેક યોજાશે તેમજ રાત્રીનાં ૧ર કલાકે મહા આરતીનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત શિવરાત્રીનાં પર્વ પ્રસંગે બપોરે અને સાંજે હરીભકતો માટે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ શિવરાત્રીનાં મહાપર્વની આવતીકાલે ભકિતભાવ પૂર્વક ઉજવણી થશે. ચેરમેન શ્રી કો.સ્વા. પુરૂષોતમપ્રકાશદાસજી (પી.પી. સ્વામી), મહંતશ્રી કો.શા. સ્વા. ધર્મકિશોરદાસજી મુખ્ય કોઠારીશ્રી દ્વારા ભાવિકોને હરિભકતોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. સંતોનાં માર્ગદર્શન હેઠળ આવતીકાલનાં ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેમ મેનેજર પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.