સોનાની ખરીદી વધુ સુરક્ષીત બનશે : સરકાર નવી સિસ્ટમ લાવી રહી છે

સોનાની ખરીદી વધુ સુરક્ષીત બનશે : સરકાર નવી સિસ્ટમ લાવી રહી છે

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૪
કેન્દ્ર સરકાર સોનાનાં દાગીનાની ખરીદીને વધુ સુરક્ષિત બનાવવા માટે એક નવી સિસ્ટમ લાવી રહી છે. આ સિસ્ટમ મુજબ, જ્યારે પણ તમે હોલમાર્કવાળું સોનું ખરીદશો, ત્યારે તેનાં ૬ અંકના ખાસ નંબર (HUID) આગળ ઓનલાઈન સિસ્ટમમાં ‘વેચાઈ ગયું‘ (Sold) એવું લખાઈ જશે. આ નવો નિયમ આવવાથી ચોરીનાં દાગીનાં ફરીથી વેચવાનું કે પછી એક જ હોલમાર્ક નંબર બીજા દાગીનાં પર વાપરીને નકલ કરવાનું સાવ બંધ થઈ જશે. આ યોજના અંગે અત્યારે મોટા પાયે કામ ચાલી રહ્યું છે. સરકારની યોજના છે કે આ નિયમ પહેલાં મોટા શહેરોનાં મોટા શોરૂમ (સંગઠિત જ્વેલર્સ) માટે ફરજિયાત કરાશે, અને ત્યારબાદ ગામડાંઓ તથા નાના સોનીઓ સુધી લાગું કરવામાં આવશે. આ સિસ્ટમ આવ્યાં પછી વેપારીઓએ દરેક દાગીનાનો અલગથી હિસાબ રાખવો પડશે. પરિણામે, ગ્રાહકોને એકદમ સાચું અને અસલી સોનું મળશે તથા છેતરપિંડી સામે પૂરી સુરક્ષા મળશે.