સોમનાથ મહાદેવ મંદિર નજીક તંત્ર દ્વારા મેગા ડીમોલીશન

ધાર્મિક સ્થળ સહીત દુકાનો અને મકાનો પર બુલડોઝર ફર્યુ

સોમનાથ મહાદેવ મંદિર નજીક તંત્ર દ્વારા મેગા ડીમોલીશન

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૧૯
ગીર સોમનાથ જીલ્લાનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર નજીક દિગ્વિજય દ્વાર પાસે ગઈકાલે મોડી રાત્રીનાં તંત્ર દ્વારા મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને દબાણો દૂર કરાયા હતાં. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ જીલ્લાનાં કલેકટરનાં માર્ગદર્શન હેઠળ રાત્રીનાં ર.૩૦ વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડીમોલીશનની કામગીરી કરવામાં આવી હતી. ૪ દુકાન, એક રહેણાંક મકાન, ધાર્મિક જગ્યા પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ તકે સોમનાથ કોરીડોર અંતર્ગત રેવન્યુ વિભાગ દ્વારા ખરીદ કરાયેલ મિલ્કતનું ડીમોલીશન થયું હોવાનો તંત્રએ દાવો કર્યો હતો. આ ડીમોલીશનની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.